નવી દિલ્હી : ઓનલાઇન રિટેલ વેબસાઇટ ફ્લિપકાર્ટ દ્વારા ફેસ્ટિવલ સિઝનને ધ્યાનમાં રાખીને બીજા સેલની ઘોષણા કરી દેવામાં આવી છે. ફ્લિપકાર્ટ ફેસ્ટિવ ધમાકા ડેઝની શરૂઆત 24 ઓક્ટોબરથી થશે. જો તમે ફ્લિપકાર્ટ પ્લસ મેમ્બર હો તો તમારા માટે આ સેલ આજે (23 ઓક્ટોબર)ના રાતના 9 વાગ્યાથી શરૂ થઈ જશે. ફ્લિપકાર્ટનું આ સેલ 27 ઓક્ટોબર સુધી ચાલશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક જબરદસ્ત ફોન આજે રાત્રે 12 વાગ્યે મુકાશે સેલમાં, મળે છે માત્ર ફ્લિપકાર્ટ પર


ચાર દિવસ ચાલનારા આ સેલમાં અનેક પ્રોડક્ટ પર દમદાર ડીલ અને ઓફર્સ મળશે. આ સિવાય ફ્લિપકાર્ટ નોર્મલ યુઝર્સ માટે આ સેલ આજે રાત્રે 12 વાગ્યાથી શરૂ થઈ જશે. 


આજે લોન્ચ થઇ કરોડોના દિલોની ધડકન નવી સેન્ટ્રો, જાણો કેટલી છે કિંમત


Flipkart દ્વારા Festive Dhamaka Days માટે એક્સિસ બેંક સાથે પાર્ટનરશીપ કરવામાં આવી છે. આ સેલમાં સ્માર્ટફોન, ટીવી અને એસેસરીઝ પર સારું એવું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે. આ સાથે જ પ્રોડક્ટ પર એક્સચેન્જ ઓફર અને નો કોસ્ટ ઇએમઆઇની સુવિધા પણ આપવામાં આવશે. આ સેલ દરમિયાન Vivo V9ને 15,990 રૂ.માં ખરીદી શકાશે. જોકે, હાલમાં લોન્ચ થયેલા Realme C1 ખરીદવા બદલ કસ્ટમર્સને 2,000 રૂ.નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય ઓપ્પો Oppo F9 પર પણ સારું એવું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 


ગયા વખતની જેમ આ વર્ષે પણ એમેઝોને પોતાના ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલની જાહેરાત કરી દીધી છે. એમેઝોન પર આ સેલ 24 ઓક્ટોબરથી 28 ઓક્ટોબર સુધી ચાલશે. કંપનીએ આ સેલને ‘Wave 2’ નામ આપ્યું છે. 


ટેકનોલોજીને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...